ગાંધીધામમાં નાણાં પડાવી કિશોરી પર દુષ્કર્મ આંચરનાર નરાધમ વિરુદ્ધ નોંધાઈ ફરિયાદ
copy image

ગાંધીધામમાં નાણાં પડાવી કિશોરી પર દુષ્કર્મ આંચરનાર નરાધમ વિરુદ્ધ પોલીસ મથકે ફરિયાદ નોંધાવવામાં આવેલ છે. આ મામલે વધુમાં સૂત્રોમાંથી પ્રાપ્ત થતી વિગતો મુજબ આરોપી ઈશમએ પોતાના ફોનમાં પડેલા ફોટો વાયરલ કરવાની ધમકી આપી 17 વર્ષીય કિશોરી ઉપર આવારનવાર બળાત્કાર ગુજાર્યો હતો. ઉપરાંત પીડિતાને ભૂંડી ગાળો આપી માર મારી બળજબરીપૂર્વક રૂા. 10 હજાર પડાવી લીધા હતા. આટલુ જ નહિ વધુ 75 હજારની માગણી કરી હતી. જો આવું કરવામાં ન આવે તો જાનથી મારી નાખવાની તેમજ સગાઈ તોડાવી નાખવાની ધમકી આપેલ છે. આરોપી શખ્સે ફરિયાદીના જમાઈને પણ ફોટો મોકલી સગાઈ તોડાવી ઉપરાંત પોતાની ફેસબુક આઈડી ઉપર પણ તસવીરો વાયરલ કરવા સહિતનું હિન કાર્ય હાર્યું હતું. ત્યારે સૂત્રોના જણાવ્યા અનુસાર પોલીસે આ નરાધમ વિરુદ્ધ ગુનો નોંધી આગળની વધુ તપાસ આરંભી હોવાનું સામે આવ્યું છે.
