મુંદરામાં વરલી મટકાનો જુગાર રમાડતા ઈસમને સ્થાનિક પોલીસે ઝડપી પાડ્યો હતો. ઝડપાયેલ ઈસમ પાસેથી પોલીસે 520 રૂપિયાની રોકડ જપ્ત કરી જુગારાધારા હેઠળ આગળની તજવીજ હાથ ધરી હતી. પોલીસ સૂત્રોએ આપેલી વિગતો મુજબ મુંદરામાં આવેલ શીતલામાના મંદિર નજીક વરલી મટકાનો જુગાર રમતા અને રમાડતા જુણસ ઇકબાલ જુણેજા નામના બુકીને પોલીસે પેટ્રોલીંગ દરમ્યાન ઝડપી પાડ્યો હતો. આ ઈસમ લોકો પાસેથી પૈસા લઇ હારજીતનો જુગાર રમાડતો હોવાનું ખુલતા આ ઈસમ વિરૂધ્ધ મુંદરા પોલીસે જુગારધારા હેઠળ ગુનો દાખલ કરી આગળની તજવીજ આદરી હતી.