રાજકોટ: ઘરફોડ ચોરીના બે શખ્સોની કરી અટકાયત

રાજકોટમાં તસ્કરી લૂંટફાટ અને હત્યાના બનાવો સામાન્ય બની ગયા હોઈ તેવુ લાગી રહ્યુ છે. ત્યારે પોલીસે પણ છેલ્લા કેટલાંય સમયથી ફરાર શખ્સોને પકડવા મિશન હાથ ધર્યુ હોઈ તેવુ લાગી રહ્યું છે. રાજકોટ ક્રાઈમબ્રાંચની ટીમ દ્વારા શહેરના પુષ્કરધામ વિસ્તારમાં 7 મહિના પુર્વે થયેલ ઘરફોડ તસ્કરીનો ભેદ ઉકેલી કાઢ્યો છે. ત્યારે પુષ્કરધામ વિસ્તારમા દિવાળી સમયે ઈમરાન મેતરનો પરિવાર ફરવા બહાર ગયો હતો. આ સમયે ઘરમા રહેલ રોકડ અને સોનાના દાગીના સહિત 16.50 લાખની તસ્કરી થવા પામી હતી. જે તે સમયે પોલીસે પણ મોબાઈલ રેકોર્ડ અને સીસીટીવીના આધારે કાર્યવાહી શરૂ કરી હતી. જો કે ક્યાંકને ક્યાંક પોલીસ શખ્સ સુધી પહોંચવામા નિષ્ફળ નિવડી હતી. ત્યારે આખરે ક્રાઈમ બ્રાંચે શખ્સોને ઝડપી પાડતા સબંધીઓ જ ચોર હોવાનુ સામે આવ્યુ છે. પોલીસે ઝડપી પાડેલ ચંદુ ફરિયાદીની સાળીનો પતિ હોવાનુ સામે આવ્યુ છે. પોલીસની પ્રાથમિક પુછપરછમા ચંદુએ પોતાના માસાજી ઘરમાં ક્યા પૈસા અને દાગીના રાખે છે તેનો ખ્યાલ હતો. તેમજ ઘરે અવારજવાર પણ રહેતી હોવાથી ક્યારે પરિવાર બહાર ગામ જવાનો હતો તેનો ખ્યાલ હોવાથી પરિવાર બહાર ગયો હતો ત્યારે તેનો લાભ લઈ તસ્કરી કરી હતી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *