નખત્રાણા પંથકની પરિણીતા સાથે લગ્નની લાલચે દુષ્કર્મ ગુજારનાર નરાધમ વિરુદ્ધ નોંધાઈ ફરિયાદ

fir-4

copy image

copy image

  નખત્રાણા પંથકની પરિણીતા સાથે લગ્નની લાલચે દુષ્કર્મ ગુજારનાર નરાધમ વિરુદ્ધ પોલીસ મથકે ફરિયાદ નોંધાવવામાં આવેલ છે.  આ મામલે વધુમાં સૂત્રોમાંથી પ્રાપ્ત થતી વિગતો મુજબ આરોપી ઈશમ અને ફરિયાદી સાથે મજૂરીકામ કરતા હતા. ફોન દ્વારા અવાર-નવાર વાતચીત કરતાં પ્રેમ સંબંધ બંધાયો હતો. ત્યાર બાદમાં  આરોપી શખ્સે લગ્નની લાલચ આપી ફરિયાદી સાથે શરીર સંબંધ બાંધી દુષ્કર્મ આંચર્યું હતું. આ મામલે પોલીસ ફરિયાદ દાખલ કરી આગળની વધુ તપાસ આરંભી છે.