નખત્રાણાના નાગવીરીમાં કિશોરીએ કોઈ અકળ કારણોસર  દવા પી લેતાં સારવાર દરમ્યાન મોત

susaid-2

copy image

copy image

નખત્રાણા ખાતે આવેલ નાગવીરી ગામમાં  17 વર્ષીય કિશોરીએ કોઈ અકળ કારણોસર  દવા પી લેતાં તેનું સારવાર દરમ્યાન મોત નીપજ્યું છે. આ બનાવ અંગે વર્તુળોમાંથી પ્રાપ્ત થતી વિગતો મુજબ ગત તા. 28-4ના રાતના સમયે હતભાગી જ્યોતિબેન મનજીતસિંગ રાયસીખ નામની સગીરાએ કોઇ અગમ્ય કારણોસર એન્ટિડોઝ એટ્રોપાઇન નામની દવા પી લેતાં તેને તાત્કાલિક સારવાર અર્થે હોસ્પિટલ લઈ જવામાં આવેલ હતી પરંતુ સારવાર કારગત ન નીવડતાં સારવાર દરમ્યાન તેનું મોત નીપજયું હતું. આ બનાવ અંગે પોલીસે અકસ્માત મોતનો ગુનો દાખલ કરી તજવીજ આદરી છે.