માધાપરની ભવાની હોટલ નજીક બસ ઊભી ન રખાતા બસમાં સવાર ત્રણ પ્રવાસીઓએ ચાલુ બસે કંડકટરને માર માર્યો

copy image

સૂત્રો જણાવી રહ્યા છે માધાપરની ભવાની હોટલ નજીક બસ ઊભી રાખવામા ન આવતા બસમાં સવાર ત્રણ પ્રવાસીઓએ ચાલુ બસે કંડકટરને માર માર્યો હોવાનો બનાવ સપાટી પર આવ્યો છે. ત્યારે આ બનાવ અંગે વધુમાં પ્રાપ્ત થતી વિગતો મુજબ ગત દિવસે પોરબંદરથી ભુજ રૂટની બસમાં ગાંધીધામ ઓસ્લોથી ત્રણ પ્રવાસી માધાપરની ટિકિટ લઇને બેઠા હતા. આ પ્રવાસીને ભવાની હોટલ નજીક ઉતરવાનું હોવાથી બસ ઊભી રાખવાનું કંડક્ટરને કહેતા તેને અહી સ્ટોપ ન હોવાનું જણાવેલ હતું. બાદમાં ઉશ્કેરાઈ ગયેલ પ્રવાસીઓએ ચાલુ બસે કંડકટરને માર મારી ફરજમાં રૂકાવટ કરી હતી. આ બનાવમાં ઘાયલ થયેલ કંડક્ટરને સારવાર અર્થે હોસ્પિટલ લઈ જવામાં આવેલ હતો.
