હમીરપર ગામની નર્મદા કેનાલ નજીક બોલેરો પીકઅપ ગાડીમાંથી 1.41 લાખનો દારૂ ઝડપાયો : આરોપી ફરાર

copy image

copy image

 હમીરપર ગામની નર્મદા કેનાલ નજીક બોલેરો પીકઅપ ગાડીમાંથી 1.41 લાખનો દારૂ પોલીસે ઝડપી પાડ્યો છે. જ્યારે આ ગુના કામેનો આરોપી શખ્સ પોલીસના હાથમાં આવેલ ન હતો. આ મામલે સૂત્રોમાંથી પ્રાપ્ત થતી વિગતો મુજબ પોલીસને ખાનગી રાહે બાતમી મળેલ હતી કે, રાપરના મનજી અને ગંગારામ નામના શખ્સો ફતેહગઢ ગામની નર્મદા કેનાલના રસ્તેથી હમીરપર ગામની નર્મદા કેનાલ બાજુ વાહનમાં દારૂ ભરીને આવી રહ્યા છે. મળેલ બાતમીના પગલે પોલીસે હકીકત વાળા સ્થળ પર વોચ ગોઠવી હતી. ત્યારે બાતમી વાળી ગાડી આવતા પોલીસે તેને અટકાવવાની કોશિસ કરતાં ચાલકે પોતાનું વાહન આગળ હંકારી દીધું હતું. બાદમાં આગળ જઈ અંધારાનો લાભ લઈને ઓઝલ થઈ ગયા હતા. પોલીસે આ વાહનમાંથી કુલ રૂા. 1,41,364નો દારૂ કબ્જે કરી આગળની વધુ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.