સામખિયાળી-મોરબી ધોરીમાર્ગ જૂના કટારિયાના સીમ વિસ્તારમાંથી 59 હજારનો દારૂ ઝડપાયો : આરોપી ફરાર

copy image

copy image

  સામખિયાળી-મોરબી ધોરીમાર્ગ જૂના કટારિયાના સીમ વિસ્તારમાંથી 59 હજારનો દારૂ પોલીસે કબ્જે કર્યો હોવાનું સામે આવ્યું છે. ત્યારે આ મામલે વધુમાં સૂત્રોમાંથી પ્રાપ્ત થતી વિગતો મુજબ સામખિયાળી-મોરબી ધોરીમાર્ગ જૂના કટારિયાના સીમ વિસ્તારમાં આવેલ જયશ્રી ઓમ બન્ના હોટેલ પાછળ પોલીસે આ કાર્યવાહી હાથ ધરી હતી. પોલીસની ટીમ ડ્યૂટી પર હતી તે સમયે તેમને ખાનગી રાહી બાતમી મળેલ હતી કે, આ હોટેલના સંચાલક સોનુ બન્ના ઉર્ફે શ્રવણે બોલેરો પીકઅપમાં દારૂ મંગાવેલ છે તથા તેનું કટિંગ ચાલુ છે. મળેલ બાતમીના આધારે પોલીસે બાતમી હકીકત વાળા સ્થળ પર રેડ પાડી કાર્યવાહી હાથ ધરી જતી અને અહીથી રૂા. 59,130નો દારૂ જપ્ત કર્યો હતો. પરંતુ હાથ ધરવામાં આવેલ કાર્યવાહી દરમ્યાન આરોપી શખ્સો પોલીસની પકડથી દૂર રહ્યા હતા. પોલીસે તમામ મુદ્દામાલ કબ્જે કરી આગળની વધુ તપાસ આરંભી છે.