પધ્ધર નજીક આવેલ બીકેટી કંપની પાસેથી IPLની ક્રિકેટ મેચ પર ઓનલાઈન સટ્ટો રમતા શખ્સને પોલીસે દબોચ્યો

boy-play-video-game-on-mobile-phone-png

copy image

copy image

ભુજ તાલુકાનાં પધ્ધર નજીક આવેલ બીકેટી કંપની પાસેથી IPLની ક્રિકેટ મેચ પર ઓનલાઈન સટ્ટો રમતા કનૈયાબેના એક શખ્સને પોલીસે દબોચી લીધો છે. આ મામલે વધુમાં સૂત્રોના જણાવ્યા અનુસાર એલસીબી ની ટીમને ખાનગી રાહે મળેલ બાતમીના આધારે આ કાર્યવાહી હાથ ધરવામાં આવેલ હતી. જેમાં, પદ્ધર નજીકની બીકેટી કંપનીના ત્રીજા ગેટ સામે આવેલા શિવ સ્ટોર પાસે આઈપીએલની દિલ્હી અને હૈદરાબાદની મેચ પર ઓનલાઈન સટ્ટો રમતા કનૈયાબેના એક શખ્સને રોકડ રૂા. પાંચ હજાર સાથે ઝડપી પાડવામાં આવેલ છે. પકડાયેલ ઈશમના ફોનમાં સટ્ટાની બે આઈડી હતી, જેમાં રૂા. 24,375.5 બેલેન્સ હતી. જાણવા મળી રહ્યું છે કે, આ મામલે કરવામાં આવેલ વધુપુછત દરમ્યાન આ બે આઈડી તેને સહઆરોપીઓની હોવાનું સામે આવ્યું હતું. પોલીસે આરોપી શખ્સ વિરુદ્ધ ગુનો નોંધી આગળની વધુ તપાસ હાથ ધરી છે.