જામનગરની સ્થાનિક ગુનાશોધક શાખાની ટીમે ચોક્કસ બાતમીના આધારે એક સગીર ટાબરિયાને બાઇક સાથે ઝડપી પાડ્યો હતો અને વાહનના કાગળો માંગતા તેણે બાઇક તસ્કરી કર્યાનું જણાવ્યુ હતું. તેણે કુલ બે બાઇક તસ્કરી કર્યાની કબૂલાત આપી હતી. આજથી બે મહિના અગાઉ સમપર્ણ સર્કલ પાસેથી અને 6 પટેલ કોલોની મેઇન રસ્તા પરથી બાઈકની તસ્કરી કરી હતી. તે બંને બાઇક મોજશોખ પૂરો કરવા તસ્કરી કર્યાનું કબૂલ્યું હતું. પોલીસે બંને બાઇક જપ્ત કર્યા છે.