હળવદ : ધ્રાંગધ્રા બાયપાસ રસ્તા પરથી બાઈકમાં દારૂની હેરાફેરી કરનાર પકડાયો

હળવદ પંથકમાં દારૂની હેરાફેરી રોકવા કાર્યરત પોલીસની ટીમને સફળતા મળી છે અને બાઈકમાં દારૂની હેરાફેરી કરતા શખ્સને પકડી પાડીને દારૂ અને મોટરસાયકલ સહિતનો મુદામાલ કબ્જે કરાયો છે. બનાવની પ્રાપ્ત વિગતો અનુસાર હળવદ પોલીસ ટીમ પેટ્રોલિંગમાં હોય દરમિયાન ધ્રાંગધ્રા બાયપાસ રસ્તા પરથી પસાર થતા મોટરસાયકલ નંબર જીજે ૧૩ એજી ૦૦૧૨ ને આંતરી તલાસી લેતા વિવિધ બ્રાંડની ૧૮ વિદેશી શરાબની બોટલ કિંમત રૂ.૭૮૨૫ નો મુદામાલ મળી આવતા પોલીસે ૨૦ હજારનું મોટરસાયકલ, શરાબનો જથ્થો અને મોબાઈલ સહીત કુલ રૂ.૩૨,૮૨૫ ની કિંમતનો મુદામાલ કબ્જે કરી શખ્સ રવિરાજસિંહ રામવિજયસિંહ ઝાલા (ઉ.વ.૨૭) રહે ઘાટ દરવાજો, દેપાલાનો ચોરો, ધ્રાંગધ્રા વાળાને પકડી પાડીને ધોરણસરની તજવીજ હાથ ધરી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *