ભચાઉ ખાતે આવેલ શિવલખામાં ગેરકાયદેસર સરકારી જમીન પર કરાયેલ બાંધકામ તોડી પાડવામાં આવ્યું

copy image
ભચાઉ તાલુકાના શિવલખા ગામના બે શખ્સોએ કરેલ સરકારી જમીન પરના ગેરકાયદેસર દબાણોને તોડી પાડવામાં આવેલ છે આ અંગે સૂત્રોમાથી મળતી માહિતી મુજબ શિવલખા નજીક ગેટકો બસ્ટેશન પાસે સરકારી જમીનમાં પાકું બાંધકામ કરી ત્યાં તુલસી નામની હોટેલ ઊભી કરવામાં આવી હતી સરકારી જમીન પરની આ હોટેલ અંગે અગાઉ લેન્ડ ગ્રેબિંગ તળે કાર્યવાહી કરવા છતાં અહીં દબાણો દૂર થયા ન હતા આ બાબતે વધુમાં પ્રાપ્ત થતી વિગતો મુજબ વહીવટી તંત્ર સાથે પોલીસ અહીં પહોંચી હતી અને સરકારી જમીન ઉપર 43 ચો.મી.માં કરાયેલ આ દબાણો ઉપર બુલડોઝર ફેરવી દેવામાં આવ્યું હતું