રાપર તાલુકાનાં પલાસવા ગામે કૂવામાં ડૂબી જતાં બે કિશોરીના કમકમાટી ભર્યા મોત

dead on lake

copy image

dead on lake
copy image

રાપર તાલુકાનાં પલાસવા ગામે તળાવ પાસે કૂવામાં ડૂબી જતાં બે કિશોરીના મોત નીપજયાં હતા આ બાબતે સૂત્રોમાથી મળતી માહિતી અનુસાર પલાંસવાના નવાપરાવાસમાં રહેતી બે કિશોરી ગઇકાલે સવારે ગામના તળાવની બાજુમાં આવેલ કૂવામાં કપડાં ધોવા ગઈ હતી જ્યાં કપડાં ધોતા સમયે પગ લપસી જતાં બંને કિશોરીઓ કૂવામાં ડૂબી ગઈ હતી વધુમાં પ્રાપ્ત થતી વિગતો મુજબ બંનેને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવી હતી જ્યાં ફરજ પરના તબીબે તેમને મૃત જાહેર કરી હતી આ બનાવના પગલે સમગ્ર ગામમાં અરેરાટી મચી ગઈ હતી આ મામલે પોલીસે અકસ્માત મોતનો ગુનો દાખલ કરી વધુ તપાસ હાથ ધરી છે