તમામ કચેરીઓના અધિકારીશ્રીઓ તથા કર્મચારીશ્રીઓની તમામ પ્રકારની રજાઓ રદ કરાઇ
મહેસૂલ વિભાગના તમામ મહેસૂલી કર્મચારીશ્રીઓ અને અધિકારીશ્રીઓ તથા વિભાગના તાબા હેઠળની તમામ કચેરીઓના અધિકારીશ્રીઓ તથા કર્મચારીશ્રીઓની મંજૂર કરેલ તમામ પ્રકારની રજાઓ (મેડિકલ રજા સિવાયની) અન્ય હૂકમ ન થાય ત્યાં સુધી રદ કરવાની રહેશે તથા રજા પર ગયેલ કર્મચારીશ્રી/અધિકારીશ્રીઓએ તાત્કાલિક ફરજ પર હાજર થવા જણાવવાનું રહેશે.
વધુમાં વિભાગના વડા/ખાતાના વડાની પૂર્વ મંજૂરી વગર હેડક્વાર્ટર ના છોડવા જણાવવામાં આવે છે.
