વિધિ-વિધાનના નામે ધતિંગલીલા કરતી મહિલાને પકડી પાડવામાં આવી

mahila

કચ્છ ગાંધીધામ ભાનુદર્શન એપાટમેંટના પાચમાં માળે રેહતા જ્યોત્સનાબેન મોહનભાઇ રાજપૂત કે જેઓ ઘરની અંદર છેલ્લા ત્રીસ વર્ષથી માતાજીનો મઢ બનાવી લોકોના દુખ;દર્દ જોવાનું કામ અને કંકુથી સ્નાન કરવાનું વિધિ-વિધાન કરતાં હતા તેઓ રંગે હાથે ઝડપાઇ ગયેલ છે તેઓ લોકોના દુખ દર્દ માટાવવાના નામે લોકોને ભ્રમમાં નાખી માનશિક તેમજ શારીરિક આર્થિક શોષણનું કામ કરી રહ્યા હતા તેને કબૂલાત આપી દીધી છે કે આજથી કોઈએ મારી ઘરે જોવડાવા માટે કે દુખદર્દ માટે આવવું નહીં અને માફી માંગી અને કાયમી ધતિંગલીલા બંધની જાહેરાત કરી છે તેથી લોકોને અપીલ કરવામાં આવે છે કે કોઈ પણ જાતના લોકો આવા ધતિંગ કરતાં હોય તો ત્યાં જવું નહીં