અંજારના અજેપાળનગર 3 વિસ્તારમાં મહિલાના ગળામાંથી 80,000 ના ચેનની ચીલઝડપ કરી બાઇક ચાલક નાસી ગયો હતો. આ બનાવ અંગે અંજાર પોલીસ સ્ટેશને નિરવભાઈ હસમુખભાઈ વોરાએ ફરિયાદ લખાવી છે કે, તેની માતા હેમલતાબેન હસમુખભાઇ વોરા શાકભાજી લેવા જતાં હતા. ત્યારે રસ્તા ઉપર અજાણ્યા બાઇક ચાલકોએ આવી તેમના ગળામાં પહેરેલ સોનાની ચેન 32 ગ્રામ કિંમત રૂ.80,000 ની ગળામાંથી ખેંચી જઈ ચીલઝડપ કરી નાશી ગયો હતો. પોલીસે અજાણ્યા બે ઇસમો વિરૂધ્ધ ગુનો દાખલ કરી આગળની તજવીજ હાથ ધરી છે.