પૂર્વ કચ્છ એલસીબી દ્રારા પાંચ દરોડા 15,000નો દારૂ પકડી પાડ્યો

પૂર્વ કચ્છ એલસીબીએ દારૂ અંગે હાથ ધરેલી તપાસમાં પાંચ સ્થળોએ દરોડો પાડી 15,000 નો દેશી-વિદેશી દારૂ અંગે પકડી પાડ્યો હતો. ભચાઉ તાલુકાનાં નવી મોટી ચિરઈ ગામે ઈસમ યશપાલસિંહ ઉર્ફે એસ.આર.રાજુભા જાડેજા, રહે. નવી ચિરઈ, તા. ભચાઉ વાળાના કબજાના મકાનમાંથી વિદેશી દારૂની બોટલો નંગ 23 કિંમત રૂ. 8,050 નો મુદામાલ ઝડપી પાડી ઈસમ વિરૂધ્ધ કાયદેસર તપાસ કરવામાં આવેલ છે. ગાંધીધામના મહેશ્વરીનગર ઝુપડપટ્ટી વિસ્તારમાં રહેતા ઈસમ જીતેશ ઉર્ફે જીતુ ગાંગજી મહેશ્વરી, રહે. મહેશ્વરીનગર ઝુંપડા, ગાંધીધામ વાળાના કબજામાંથી મોટર સાયકલ કિંમત રૂ. 30,000 વાળીમાંથી વિદેશી દારૂની બોટલો નંગ 6 કિંમત રૂ. 2,100 તથા મોબાઈલ ફોન કિંમત રૂ. 500 એમ કુલ કિંમત રૂ. 32,600 ના મુદામાલ સાથે ઝડપી પાડી તેમજ નાશી ગયેલ ઈસમ નિતેષ ગાંગજી મહેશ્વરી, રહે. મહેશ્વરીનગર ઝુંપડા, ગાંધીધામ વાળાઓ વિરૂધ્ધ ગાંધીધામ એ ડિવિઝન પોલીસ સ્ટેશને કાયદેસર તપાસ કરવામાં આવેલ છે. આડેસર વિસ્તારના ગોવિંદપર ગામથી બાદરગઢ તરફ રવેચી માતાજીના મંદિર પાછળના વિસ્તારમાંથી ઈસમ મહેન્દ્રસિંહ ઉર્ફે મેંદુભા અચુભા સોઢા, રહે. ગામીવાસ, ગોવિંદપર વાળાને તેના કબજાની મોટર સાયકલમાંથી વિદેશી દારૂની બોટલો નંગ 5 કિંમત રૂ. 1,750 તથા મોટર સાયકલ કિંમત રૂ. 25,000 એમ કુલ કિંમત રૂ. 26,750 ના મુદામાલ સાથે ઝડપી પાડી તેમજ હાજર નહીં મળી આવેલ ઈસમ પરબત ભરવાડ, રહે. રાપર વાળાએ વિરૂધ્ધ આડેસર પોલીસ સ્ટેશન ખાતે કાયદેસર તપાસ કરવામાં આવેલ છે. લાકડિયા વિસ્તારમાં પાશાળા સીમ ખાતે દેવુભા ચનુભા જાડેજા, રહે. રવેચીનગર, લાકડિયાવાળાની વાડીમાંથી દેશી દારૂનો આથો 1400 લિટર કિંમત રૂ. 2,800 તથા તૈયાર દેશી દારૂ લિટર 6, કિંમત રૂ. 120 તથા મોટર સાયકલ કિંમત રૂ. 40,000 તથા મોબાઈલ નંગ 1 કિંમત રૂ. 5,000 એમ કુલ કિંમત 47,920 ના મુદામાલ સાથે ઈસમ કિશોર જગાભાઈ કોલીને ઝડપી પાડી તથા હાજર નહીં મળી આવેલ ઈસમ દેવુભા ચનુભા જાડેજા રહે. રવેચીનગર, લાકડિયા વિરૂધ્ધ ગુનો દાખલ કર્યો હતો. તેમજ રાસુભા લાલુભા જાડેજા, રહે. રવેચીનગર, લાકડિયા વાળાના રહેણાંક મકાનમાંથી તૈયાર દેશી દારૂ લિટર 10 કિંમત રૂ.200 નો મુદામાલ ઝડપી પાડી હાજર નહીં મળી આવેલ ઈસમ રાસુભા લાલુભા જાડેજા, રહે. રવેચીનગર, લાકડિયા વાળા વિરૂધ્ધ લાકડિયા પોલીસ સ્ટેશને ગુનો દાખલ કરી તપાસ હાથ ધરી છે. આ કામગીરીમાં એમ.એસ.રાણા, એ.પી.જાડેજા, તથા એલ.સી.બી સ્ટાફ જોડાયો હતો.               

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *