નખત્રાણામાં જુગાર રમતા ૧ર શકુનીઓ પકડાયા

નખત્રાણા શહેરમાં આવેલા કોલીવાસમાં જાહેરમાં ધાણીપાસાનો જુગાર રમતા ૧ર શંકુનીઓને પોલીસે ર૬, ૩૧૦ના મુદ્દામાલ સાથે ઝડપી લીધા હતા. પોલીસ સુત્રોના જણાવ્યા મુજબ સાંજના અરસામાં નખત્રાણાના વરીષ્ઠ પીએસઆઈ જી.કે. ભરવાડને મળેલ બાતમી આધારે કોલીવાસમાં રમેશ મુસા કોલીના ઘરના આંગણામાં ધાણીપાસાનો જુગાર રમતા રફીક જુસબ લુહાર રહે. વિરાણી, ગફુર સીધીક ધલ રહે. દેવિસર, વંકા આલા આહિર રહે. નિરોણા, મહેન્દ્ર મીઠુ કોલી, રમેશ મુસા કોલી રહે. બંન્ને નખત્રાણા, દિલીપસિંહ ખિમાજી સોઢા, હુશેન હાજી રાયમા રહે. બંન્ને પાન્ધ્રો, સામત હરજી કોલી, ધનજી લધા કોલી, હિતેશ મીઠુ કોલી, અબ્દુલ્લ ઓસ્માણ કુંભાર, મગન મીઠુ કોલી રહે. તમામ નખત્રાણાને રોકડા રૂપિયા ૧૮ , ૩૧૦ તથા ૮,૦૦૦ની કિંમતના મોબાઈલ નંગ ૪ મળી ર૬, ૩૧૦ના મુદ્દામાલ સાથે ઝડપી પાડી પોલીસ કોન્સટેબલ કાનાભાઈ રબારીએ જુગારધારા કલમ હેઠળ ફોજદારી લખાવતા હેડ કોન્સટેબલ દિનેશભાઈ ધોરીયાએ કાર્યવાહી હાથ ધરી હતી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *