33 વર્ષીય પરિણીતાએ ગળે ફાંસો ખાઈ જીવન ટૂંકાવ્યું

copy image

સુમરાસર શેખમાં એક પરિણીતાએ ગળે ફાંસો ખાઈ પોતાની જીવનલીલા સંકેલી હતી. આ બનાવ અંગે સુત્રોમાંથી મળતી માહિતી મુજબ ભુજ તાલુકાના સુમરાસર શેખમાં આજે સવારે 10.30 વાગ્યાના અરસામાં 33 વર્ષીય પરિણીતા જનતબાઇ શેખ પોતાના ઘરે હાજર હતા, તે સમય દરમ્યાન કોઈ અકળ કારણોસર ગળેફાંસો ખાઈ લેતા તેને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. જ્યાં સારવાર દરમ્યાન તેણે અંતિમ શ્વાસ લીધા હતા. આ બનાવ અંગે વર્તુળોમાંથી મળતી માહિતી મુજબ હાથભાંગીના પિતાએ પોલીસ મથકે ફરિયાદ નોંધાવવામાં આવતા પોલીસે અકસ્માત મોતનો ગુનો દાખલ કરી આગળની વધુ તપાસ હાથ ધરી છે.
