સફાઈ કરતી વેળાએ બીજા માળેથી પડી જતા આધેડ મહિલાનું મોત

copy image

copy image

ભુજમાં સફાઈ કરતી વેળાએ બીજા માળેથી નીચે પડી જતા આધેડ મહિલાનું મોત નીપજ્યું હતું. આ બનાવ અંગે વર્તુળોમાંથી મળતી માહિતી મુજબ ગઈકાલ સવારે ભુજના છઠ્ઠીબારી પાસેના કેશવ એપાર્ટમેન્ટમાં બીજા માળે રેહતા આધેડ મહિલા વિજયાબેન ઠક્કર ગેલેરીની સફાઈ કરી રહ્યા હતા. તે દરમ્યાંન પગ લપસી જતા તે મહિલા નીચે પડી ગયા હતા. ઉપરાંત તેને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવતા સારવાર દરમ્યાંન તેમનું મોત નીપજ્યું હતું. આ બનાવ અંગે હતભાગીના પુત્રએ પોલીસ મથકે ફરિયાદ નોંધાવવામાં આવતા પોલીસે અકસ્માત મોતનો ગુનો દાખલ કરી વધુ તપાસ હાથ ધરી છે.