મુન્દ્રામાં ગાડી રિવર્સ લેતી વેળાએ 90 વર્ષીય વૃદ્ધાને કચડી નાખતા મોત


મુન્દ્રામાં ગાડી રિવર્સ લેતી વેળાએ એક વૃદ્ધાને કચડી નાખ્યાનો બનાવ સામે આવી રહ્યો છે. આ બનાવ અંગે વધુમાં પ્રાપ્ત થતી વિગતો મુજબ મુન્દ્રામાં ગત તા; 13 ના સવારના અરસામાં આ બનાવ બન્યો હતો. પડોશીએ બેદરકારી પૂર્વક તૂફાન ગાડી રિવર્સમાં લેતા સમયે શેરીમાં બેઠેલા 90 વર્ષીય વૃદ્ધા ભચીબેન સાલેમામદ કુંભારને ગાડી નીચે કચડી નાખ્યા હતા. જે ઘટનામાં તે વૃદ્ધાનું મોત નીપજ્યું હતું.
