નાગિયાની નદીમાંથી દારૂની ભઠ્ઠીઓ પકડાઈ : શખ્સો ફરાર

નલિયા : અબડાસા તાલુકાના નાગિયા ગામે નદીમાં દરોડો પાડી સ્થાનિક પોલીસે તૈયાર દેશી દારૂ તથા દારૂ બનાવવાનો આથો ઝડપી પાડ્યો હતો. પોલીસ સુત્રોના જણાવ્યા મુજબ નલિયા પીએસઆઈ એસ.એ. ગઢવીના માર્ગદર્શન હેઠળ સહાયક ફોજદાર અનવરભાઈ નારેજા તથા પોલીસ કોન્સ્ટેબલ અનોપસિંહ વાઘેલાએ પૂર્વ બાતમીના આધારે નાગિયા ગામે નદીમાં દરોડો પાડ્યો  હતો. દેશી દારૂ બનાવવાનો આથો લિટર ર૦૦૦ તથા ૪૦ લિટર તૈયાર દેશી દારૂ તેમજ દારૂની હેરાફેરીના ઉપયોગ માટે રખાયેલ મોટર સાઈકલ નંબર જીજે ૧ર બીડી ૪૪૪૬ કિંમત રૂ.પ હજાર મળી ૯,૮૦૦ નો મુદ્દામાલ ઝડપી પાડયો હતો. દરોડા દરમ્યાન ભઠ્ઠીને સંચાલક ઉસ્તિયા ગામનો અરવિંદગિરિ ગોવિંદગર ગૌસ્વામી હાજર મળ્યો ન હતો. તો ઉસ્તિયાના જ મુકેશગર હેમગર ગૌસ્વામીના કબજામાંથી ૬૦૦ લિટર દારૂ બનાવવાનો આથો કિંમત રૂ.૧,ર૦૦ નો મુદ્દામાલ પકડી પાડ્યો હતો. આમાં પણ શખ્સ હાજર ન મળતાં બંને સામે અલાયદી ફોજદારી ફરિયાદો નોંધી અટકાયત કરવા ચક્રોગતિમાન કરેલાનું પીએસઓ કિશોરસિંહ જાડેજાએ જણાવ્યું હતું.
 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *