ભુજમાં આંકડાનો જુગાર રમાડતો ઈસમ પકડાયો

ભુજના ભીડ નાકા નજીક જાહેરમાં આંકડાનો જુગાર રમાડતા એક ઇસમને પોલીસે પકડી પાડ્યો હતો. આ બનાવની મળતી વિગતો પ્રમાણે ભીડ નાકા અંદર દુકાનના ઓટલા ઉપર વિમલ સુભાષભાઈ પરમાર (રહે. ભીડ નાકા ભુજ) ગેરકાયદેસર રીતે જાહેરમાં વરલી મટકાનો આંકડાનો જુગાર રમાડતા રોકડ રૂપિયા 3,220, મોબાઈલ ફોન 1 કિંમત રૂ. 500, કુલ 3,720 ના મુદામાલ સાથે પકડી પાડ્યો હતો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *