આડેસર નંદાઘાટમાં છૂટકમાં દારૂનું વેચાણ કરતો શખ્સ ઝડપાયો
copy image

રાપર તાલુકાના આડેસર નંદાઘાટમાં એક ઓરડીમાંથી રૂ;49,160ના દારૂ સાથે એક શખ્સને ઝડપી પાડવામાં આવેલ છે. આ બનાવ અંગે મળતી માહિતી મુજબ પોલીસને ખાનગી રાહે બાતમી હકીકત મળેલ કે આડેસરના નંદાઘાટમાં ઓરડી બનાવીને રહેનાર એક શખ્સ છૂટકમાં દારૂનું વેચાણ કરી રહ્યો છે. મળેલ બાતમીના આધારે પોલીસે તપાસ કરતા તે જગ્યાએથી રૂ;49,160નો દારૂ મળી આવતા આરોપી શખ્સને પકડી પાડવામાં આવ્યો હતો. પોલીસે તમામ મુદ્દામાલ કબ્જે કરી આગળની વધુ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
