ટ્રેઇલર અને બાઈક વચ્ચે ગમખ્વાર અકસ્માત સર્જાતા યુવાનનું મોત

acc

copy image

copy image

આડેસર નજીક ટ્રેઇલર અને બાઈક વચ્ચે ગમખ્વાર અકસ્માત સર્જાતા એક યુવાનનું મોત થયું હોવાના અહેવાલ સામે આવી રહ્યા છે. આ બનાવ અંગે વર્તુળોમાંથી મળતી માહિતી મુજબ બનાસકાંઠાના થરાદ રાણપુરમાં રહેનાર 36 વર્ષીય લાલા રબારી નામનો યુવાન ગત તા;16/5ના બાઇક લઇને કચ્છ બાજુ આવી રહ્યો હતો. તે સમય દરમ્યાન કરણી કૃપા હોટેલ પાસે પહોંચતાં અચાનક એક ટ્રેઇલર ચાલકે બ્રેક મારતા પાછળ બાઈક ધડાકાભેર અથડાઈ હતી. જેમાં બાઈક ચાલકને ગંભીર ઈજાઓ પહોંચતા તેનું મોત નીપજ્યું હતું. આ બનાવ અંગે ટ્રેઇલર ચાલક વિરુદ્ધ પોલીસ મથકે ફરિયાદ નોંધાવવામાં આવતા પોલીસે વધુ તપાસ હાથ ધરી છે