સાંસદ તથા સમાજ નવ નિર્માણ ટ્રસ્ટ ભુજ દ્વારા માધાપર યક્ષ મંદિર મુકામે સાંસદ સમરસ સર્વ જ્ઞાતિ સમૂહ લગ્નોઉત્સવ ના આયોજન માટે લગ્નોત્સવ વ્યવસ્થા સમિતિની બેઠક યોજાઈ

લોકસભા સાંસદશ્રી તથા સમાજ નવ નિર્માણ ટ્રસ્ટ–ભુજ ના સહયોગથી ભુજ તાલુકાના યક્ષ મંદિર મધ્યે પ્રથમ વખત આયોજિત સાંસદ સર્વ જ્ઞાતિ સમૂહ લગ્નોઉત્સવ–૨૦૨૫ અંતર્ગત પૂર્વ તૈયારી અને આયોજનના ભાગરૂપે ગઈ કાલે સાંજે લગ્નોત્સવ માટે રચિત વિવિધ સમિતિઓના સભ્યશ્રીઓની બેઠક યોજાઈ હતી, સાંસદશ્રી તથા સમિતિ અધ્યક્ષશ્રી વિનોદભાઈ ચાવડાએ જણાવ્યું હતું કે કોઈપણ જાતના ભેદભાવ વગર સર્વાજ્ઞાતિ સમૂહ લગ્નમાં મધ્યમ વર્ગ અને સામાન્ય પરિવારોના ૪૦ જેટલા જોડલાએ સર્વ જ્ઞાતિ સમૂહ લગ્નોઉત્સવ જોડાયા છે, જરૂરત મંદ પરિવારો વધુનેવધુ જોડાય તેવી શક્યતા છે, સમૂહ લગ્નનું આયોજન એ સામાજિક સમરસતા માટે એક મહત્વ નું પ્રેરક બળ બનશે, જ્ઞાતિ પરંપરા અને રીત રીવાજો મુજબ આયોજિત સમૂહ લગ્ન વ્યવસ્થા સમિતિમાં લગ્નઉત્સવ ધામધૂમ થી ઉજવાય માટે અનેરો થનગનાટ છે,
સમૂહ લગ્ન વ્યવસ્થા સમિતિનાં સદસ્ય ઉપસ્થિત રહી સુચન માર્ગ દર્શન આપ્યા હતા તેમ વિનોદભાઈ ચાવડાએ જણાવ્યું
હતું.
