કુનરિયામાં 40 વર્ષીય મહિલાનું વીજશોકથી મોત

964024-singer-suicideattempt
copy image

ભુજ તાલુકાના કુનરિયામાં વીજશોકથી એક મહિલાનું મૃત્યુ થતા ચકચાર મચી જવા પામેલ છે. આ મામલે સુત્રોમાંથી મળતી માહિતી મુજબ ભુજ તાલુકાના કુનરિયામાં 40 વર્ષીય મહિલા ગીતાબેન કાનજીભાઇ કેરસિયાને ગઇકાલે પોતાના ઘરે મોટર ચાલુ કરવા જતી વેળાએ વીજશોક લાગ્યો હતો, શોક લાગતા તાત્કાલિક તે મહિલાને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવી હતી. જ્યાં ફરજ પરના તબીબે તેમને મૃત જાહેર કરી હતી.