ટ્રેનની રિઝર્વેશન ટિકિટ કરાવવાના બહાને એક શખ્સ સાથે થઈ 27 હજારની ઠગાઈ
copy image

સૂત્રો જણાવી રહ્યા છે ટ્રેનની રિઝર્વેશન ટિકિટ કરાવવાના બહાને એક શખ્સ સાથે 27 હજારની થઈ હોવાનો મામલો સપાટી પર આવ્યો છે. ત્યારે આ મામલે વધુમાં પ્રાપ્ત થતી વિગતો મુજબ આ ઠગાઈના બનાવ અંગે મથકે મૂળ ઝારખંડ હાલે સાંઘીપુરમમાં વાલ્ડિંગ કામ કરતા ગોવિંદા શ્રીરામસુંદર મહેતા દ્વારા ગાંધીધામ રેલવે પોલીસ મથકે ફરિયાદ નોંધાવવામાં આવેલ છે. જે અનુસાર ફરિયાદીના પિતા કોમામાં જતા રહ્યાના સમાચાર મળતાં તેને બનારસ જવાનું હોવાથી કામખ્યા ટ્રેનમાં જવા ગાંધીધામ પહોંચ્યા હતા, પરંતુ ટ્રેન નીકળી ગયેલ હતી. બાદમાં કોઈ અજાણ્યા ઈશમ સાથે તેમની મુલાકાત થયેલ હતી. અને તેણે અન્ય બે શખ્સ ટી.ટી. હોવાનો દાવ ખેલી રિઝર્વેશન ટિકિટ કરાવી દેવાના બહાને એટીએમ કાર્ડ-તેના પિન નંબર અને મોબાઇલ ફરિયાદી પાસેથી લઇ લીધા હતા. બાદમાં પાર્સલ ડબામાં બેસાડવાનું કહી ત્રણે જણા ટિકિટ લેવાનું કહી નીકળી ગયા હતા. વધુમાં સૂત્રોનું કહેવું છે કે, ATMથી રૂા. 19,500 કાઢી અને આઠ હજારનો મોબાઇલ લઇ આ શખ્સો નાસી છૂટ્યા હતા. આ મામલે પોલીસ મથકે ફરિયાદ નોંધાવવામાં આવતા પોલીસે આગળની વધુ તપાસ આરંભી છે.
