કન્ટેનરમાં ગળેફાંસો ખાધેલી હાલતમાં 28 વર્ષીય યુવાનની લાસ મળી આવી
copy image

મુંદરાના ધ્રબ પાસે કન્ટેનરમાં ગળેફાંસો ખાધેલી હાલતમાં લાસ મળી આવેલ છે. આ બનાવ અંગે વર્તુળોમાંથી માંથી મળતી માહિતિ મુજબ મુંદરા ખાતે આવેલ ધ્રબ ગામ નજીક હિન્દ ટર્મિનલ પાસે કન્ટેનરમાં 28 વર્ષીય યુવાનની પ્લાસ્ટિકની દોરી વડે ગળેફાંસો ખાધેલી હાલતમાં લાસ મળી આવી હતી. આ મામલે વધુમાં પ્રાપ્ત થતી વિગતો મુજબ લાસને હોસ્પિટલ ખસેડવામાં આવતા ફરજ પરના તબીબે તે યુવાનને મૃત જાહેર કર્યો હતો. તે યુવાને કયા કારણોસર આવું પગલું ભર્યું હશે તે સહિતની તપાસ પોલીસે આદરી છે.
