સુરેન્દ્રનગર હાઈવે પર ખનિજ વિભાગના અધિકારીઓની કાર અને આઈસર વચ્ચે સર્જાયો અકસ્માત : ત્રણ ઘાયલ
copy image

સૂત્રો જણાવી રહ્યા છે સુરેન્દ્રનગર હાઈવે પર ગોઝારો અકસ્માત સર્જાયો હતો જેમાં ખનિજ વિભાગના અધિકારીઓ ભરેલી કાર અને આઈસર વચ્ચે ટક્કર થતાં 3 અધિકારીઓને ગંભીર ઈજાઓ પહોંચી છે. વધુમાં પ્રાપ્ત થતી વિગતો મુજબ સુરેન્દ્રનગરના હાઈવે પર ખનિજ વિભાગના અધિકારીઓની કાર અને આઈસર વચ્ચે ટક્કર થઈ હતી. સર્જાયેલ અકસ્માતમાં 3 અધિકારીઓને ગંભીર ઈજાઓ પહોંચી હતી. અકસ્માત સર્જી બાદ આઈસર ચાલક નાસી છૂટ્યો હતો.
