મોટી ભુજપુરના એક વાડામાંથી શરાબનો જથ્થો ઝડપાયો; આરોપી ફરાર

daru

copy image

copy image

મોટી ભુજપુરના એક વાડામાંથી શરાબનો જથ્થો કબ્જે કરવામાં આવેલ છે. આ બનાવ અંગે સુત્રોમાંથી મળતી માહિતી મુજબ પોલીસને ખાનગી રાહે બાતમી હકીકત મળેલ કે મોટી ભુજપુર ખાતે ખાખરાવાસ, જી.ઇ.બી.ની પાછળ આવેલા વાડામાં કોઈ શખ્સ દારૂનું વેચાણ કરી રહ્યો છે. દરમ્યાન પોલીસે હકીકત વાળા સ્થળ પર રેડ કરતા રૂ;56,660નો શરાબનો જથ્થો મળી આવ્યો હતો. પરંતુ આરોપી શખ્સ હાજર મળ્યો ન હતો. તમામ મુદ્દામાલ કબ્જે કરી આગળની વધુ તપાસ પોલીસે હાથ ધરી છે.