અંજાર પો.સ્ટે. વિસ્તારમાંથી રબર પાઉડરની આડમાં લાવેલ પ્રોહીબીશનનો રૂ.૧૮,૦૮,૬૪૦/- નો ગણનાપાત્ર કેસ શોધી કાઢતી લોકલ ક્રાઈમ બ્રાન્ચ પુર્વ-કચ્છ,ગાંધીધામ

પોલીસ મહાનિરીક્ષક શ્રી ચીરાગ કોરડીયા સાહેબ, સરહદી રેન્જ ભુજ તથા પોલીસ અધિક્ષકથી સાગર બાગમાર સાહેબ પૂર્વ કચ્છ, ગાંધીધામનાઓ તરફથી જિલ્લામાં પ્રોહીબીશનની પ્રવૃત્તિ નેસ્ત-નાબુદ કરવા જરૂરી સુચના આપેલ હોય જેથી પોલીસ ઈન્સપેકટર એન.એન.ચુડાસમા એલ.સી.બી.નાઓની આગેવાનીમાં એલ.સી.બી ની ટીમ અંજાર પો.સ્ટે.વિસ્તારમાં નાઈટ પેટ્રોલીંગમાં હતી તે દરમ્યાન બાતમી હકીકત મળેલ કે પ્રોહી બુટલેગ૨ કાના વેલાભાઈ બઢીયા એ રાજ્ય બહારથી વિદેશી દારૂનો જથ્થો રબર પાઉડરની બેગોની આડમાં આયસ૨ ટ્રકમાં મંગાવેલ છે અને આ આયસ૨ ટ્રકમાં ભરેલ વિદેશી દારૂનો જથ્થો વર્ષામેડી ગામના તળાવ પાસે આવેલ પડતર જમીનમાં કટીંગ માટે ઉતારી રહેલ છે તેવી ચોક્કસ બાતમી હકીકત આધારે એલ.સી.બી ની ટીમ દ્વારા જરૂરી વર્ડ આઉટ કરી તાત્કાલીક આ જગ્યાએ પહોંચી રેઇડ કરતા આઈસર ટ્રકમાં ઉપરના ભાગે રબરની બેગો ભરેલ હોય જે ઉતારી જોતા તેની નીચે થી વિદીશી દારૂની પેટીઓ મળી આવાતા નીચે જાણાવ્યા મુજબના ઇસમોને પ્રોહી મુદામાલ સાથે પકડી પાડવામાં આવેલ જેથી કાયદેસરની કાર્યવાહી કરી આગળની તપાસ કાર્યવાહી એલ.સી.બી ચલાવવામાં આવે છે

પકડાયેલ આરોપીઓ ના નામ

(૧) તિલોકચંદ પ્રેમારામ ભાંબુ (જાટ) ઉ.વ-૨૯ રહે. અવુ તા.ફલોદી, જી.જોધપુર (રાજસ્થાન) (દારૂનો જથ્થો ભરી આવનાર)

(૨) ઉત્કર્સ દિપકભાઈ પાંડે (જાટ) ઉ.વ-૨૦ રહે.શાંતીધામ પ્લોટ વિસ્તાર, સામખ્યારી તા.ભચાઉ (દારૂનો જથ્થો ઉતારનાર)

રેઈડ દરમ્યાન નાશી જનાર આરોપીઓના નામ

(૧) કાના વેલાભાઈ બઢીયા રહે.બાગેશ્રી સોસાયટી, વર્ષામેડી સીમ,તા.અંજાર (પ્રોહી બુટલેગર દારૂ નો જથ્થો મંગાવનાર)

(૨) મુકેશ બાકુરામ બિશ્નોઈ રહે.૩૪ ગોદારોડી ઢાણી,મેરીયાનાડા, હમીરનગર, ફીંચ, જોધપુર (રાજસ્થાન) દારૂનો જથ્થો ભરી આવનાર

(3) મુતુ રહે.બાગેથી સોસાયટી, વર્ષામડી તા.અંજાર (દારૂનો જથ્થો ઉતારનાર)

(૪) સિનિલ બિશ્નોઈ રહે. પાવડા વિસ્તાર,જોધપુર (રાજસ્થાન) દારૂનો જથ્થો મોકલનાર

આ કામગીરી લોકલ કાઈમ બ્રાન્ચનાં પોલીસ ઇન્સપેક્ટર એન.એન.ચુડાસમા તથા પોલીસ સબ ઇન્સપેકટર ડી.જી.પટેલ તથા એલ.સી.બી. સ્ટાફ દ્વારા કરવામા આવેલ છે.