મોરબીથી મુંબઈ તરફ ટાઇલ્સની ડિલિવરી કરવા જતી ટ્રકને નડ્યો અકસ્માત : પહેલા તો ડિવાઇડર કૂદી અને પછી ટેમ્પો સાથે ધડાકાભેર થઈ ટક્કર

image-98

copy image

copy image

સૂત્રોમાંથી માહિતી મળી રહી છે જે અનુસાર મોરબીથી મુંબઈ તરફ ટાઇલ્સની ડિલિવરી માટે નીકળેલી ટ્રકને વલસાડના પારનેરા હાઇવે પર જૈન દેરાસર નજીક અકસ્માત નડ્યો હતો. આ બનાવ અંગે વધુમાં પ્રાપ્ત થતી વિગતો મુજબ ટ્રક ચાલકે સ્ટિયરિંગ પરનો કાબૂ ગુમાવતાં ટ્રક ડિવાઇડર કૂદી તેમજ બીજી તરફ આ ટ્રક સુરત તરફ જતા ટેમ્પો સાથે ધડાકાભેર અથડાતાં આ ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. આ બનાવમાં ટેમ્પો ચાલક ટેમ્પોમાં ફસાઈ જતાં સ્થાનિક લોકો તેમજ રાહદારીઓએ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચીને તેને બહાર કાઢવાના પ્રયાસો હાથ ધર્યા હતા.