પૂર્વ કચ્છમાં 48 શખ્સો ઘાતક હથિયાર સાથે ઝડપાયા

jail

copy image

copy image

શરીર સંબંધી તેમજ હથિયારબંધીના જાહેરનામાનો ભંગ કરતા શખ્સો વિરુદ્ધ પૂર્વ કચ્છ પોલીસ દ્વારા ખાસ ઝુંબેશનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં 48 શખ્સોને ઝડપી પાડવામાં આવ્યા છે. આ મામલે સુત્રોમાંથી મળતી માહિતિ મુજબ કચ્છમાં છેલ્લા કેટલાક સમયથી લૂંટ, ચોરી, તેમજ વાહન ચોરીના બનાવો વધી રહ્યા છે. જેને ધ્યાને લઇ પોલીસે કાર્યવાહી હાથ ધરી અને અલગ અલગ જગ્યાઓએ તપાસ કરી કુલ 48 જેટલા શખ્સોને છરી, ધોકા, કુહાડી, તેમજ ધારિયા વગેરે જેવા ઘાતક હથિયારો સાથે ઝડપી પાડવામાં આવેલ છે.