સુરેન્દ્રનગરના થાનગઢ નજીક  કાર અને ટ્રેક્ટર વચ્ચે સર્જાયેલ ગોઝારા અકસ્માતમાં રાજકોટના દંપતીનું મોત

image-100

copy image

copy image

સુરેન્દ્રનગર ખાતે આવેલ થાનગઢ નજીક  કાર અને ટ્રેક્ટર વચ્ચે સર્જાયેલ ગોઝારા અકસ્માતમાં રાજકોટના દંપતીનું મોત નીપજયું છે તેમજ અન્ય ત્રણ લોકો ઘાયલ થયા હતા. આ બનાવ અંગે વર્તુળોમાંથી પ્રાપ્ત થતી વિગતો મુજબ સુરેન્દ્રનગર ખાતે આવેલ થાનગઢ નજીક કારની ટ્રેક્ટર સાથે ભયાનક ટક્કર થતાં આ ગોઝારો અકસ્માત સર્જાયો હતો જેમાં રાજકોટના દંપતીનું મોત થયું હતું. તેમજ અન્ય ત્રણ લોક ઇજાગ્રસ્ત થતાં તેમને સારવાર અર્થે નજીકની હોસ્પિટલમાં દાખલ કરાયા હતા. વધુમાં સૂત્રો જણાવી રહ્યા છે કે, આ ટક્કર એટલી ભયાનક હતી કે કારનો ડૂચો વળી ગયો હતો.