પાટણ ખાતે આવેલ સિદ્ધપુર નજીક લક્ઝરી બસને નડ્યો અકસ્માત : 14 મુસાફરો થયા ઘાયલ

copy image

copy image

પાટણ ખાતે આવેલ સિદ્ધપુર નજીક લક્ઝરી બસનો અકસ્માત સર્જાયો હતો જેમાં 14 મુસાફરો ઘાયલ થયા હોવાના અહેવાલો સામે આવી રહ્યા છે. ત્યારે આ મામલે વધુમાં પ્રાપ્ત થતી વિગતો મુજબ પાટણ ખાતે આવેલ સિદ્ધપુર નજીક ખળી ચાર રસ્તા પાસે રાજસ્થાનના જોધપુરથી સુરત જતી લક્ઝરી બસને આ અકસ્માત નડ્યો હતો. બસ ચાલકની બેદરકારી અને બેફામ ડ્રાઇવિંગને કારણે આ અકસ્માત સર્જાયો હોવાનું સામે આવ્યું છે. બેકાબૂ બનેલી બસ ડિવાઇડર પર ચડીને પલટી મારી ગઈ હતી. વધુમાં જાણવા મળી રહ્યું છે કે સર્જાયેલ અકસ્માતમાં 14 મુસાફરી ઘાયલ થતાં તેમને સારવાર અર્થે લઈ જવાયા હતા. અકસ્માત સર્જીને બસનો ડ્રાઈવર ફરાર થઈ ગયો હતો.