ગંજીપાના વડે હારજીતનો જુગાર રમતા સાત ખેલીઓ ઝડપાયા

970736623Jugar

copy image

copy image

ગાંધીધામમાં ગંજીપાના વડે હારજીતનો જુગાર રમતા સાત ખેલીઓને ઝડપી પાડવામાં આવ્યા. આ બનાવ અંગે વર્તુળોમાંથી મળતી માહિતી મુજબ પોલીસને ખાનગી રાહે બાતમી હકીકત મળેલ હતી કે ગાંધીધામ શહરેના પોસ વિસ્તારમાં બેન્ડીંગ સર્કલ પાસે આવેલી સંજના અર્થ મુવર્સ ઓફિસમાં અમુક શખ્સો ગંજીપાના વડે હારજીતનો જુગાર રમી રહ્યા છે. જેથી બાતમી વાળી જગ્યાએ જઈ તપાસ કરતા સાત ખેલીઓને કુલ રૂ;9,13,665ના મુદ્દામાલ સાથે ઝડપી પાડવામાં આવેલ છે. પોલીસે તમામ મુદ્દામાલ કબ્જે કરી આગળની વધુ કાયદેસરની કાર્યવાહી આદરી છે.