કચ્છમાંથી બેદખલ કરેલ શખ્સ ફરી કચ્છમાં દેખાતા ઝડપાયો

adipur
copy image

કચ્છમાંથી તડીપાર કરેલ શખ્સ આદેશનું ઉલ્લંઘન કરી કચ્છમાં પરત ઘૂસી આવતા પોલીસે તેને ઝડપી પાડ્યો છે. આ બનાવ અંગે વર્તુળોમાંથી મળતી માહિતી અનુસાર કિડાણાના એક શખ્સને કચ્છ તથા કચ્છ જિલ્લાને અડીને આવેલા અન્ય જિલ્લામાંથી બે માસ માટે તડીપાર કરવા આદેશ અપાયો હતો. ઉપરાંત આરોપી શખ્સ આદેશનુ ઉલ્લંઘન કરી પરવાનગી વિના કચ્છની હદમાં પ્રવેશી આવતા પોલીસે આરોપી શખ્સને કિડાણાથી ઝડપી પાડ્યો છે. આ મામલે પોલીસે તડીપાર ભંગનો ગુનો નોંધી આગળની વધુ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.