ગુજરાતી સિનેમાને નવી દિશામાં લઈ જતી રહસ્યમય થ્રિલર ફિલ્મ

film
copy image

ગુજરાતી ફિલ્મો હવે નવી દિશામાં આગળ વધી રહી છે જ્યાં જુદા-જુદા જોનર અને કન્ટેન્ટને અપનાવવામાં આવી રહ્યા છે. તે જ દિશામાં સની દેસાઈ પ્રોડક્શન્સ અને રામાય એન્ટરટેઇનમેન્ટ લઈને આવ્યા છે ફિલ્મ “સરપ્રાઇઝ”, જે 16મી મેના રોજ રિલીઝ થઈ ગઈ છે. હાસ્ય, ડ્રામા અને રહસ્યથી ભરપૂર આ ફિલ્મમાં પ્રખ્યાત અભિનેતા વત્સલ શેઠ જોવા મળશે. તેમની સાથે જ હેલી શાહ અને જાનવી ચૌહાણ મુખ્ય ભૂમિકાઓમાં છે. ચિરાગ ભટ્ટ, અમિત ગલાની અને જય પંડ્યા પણ આ ફિલ્મમાં મહત્વની ભૂમિકાઓમાં નજરે પડશે. ફિલ્મની સ્ટારકાસ્ટ વત્સલ શેઠ અને જાનવી ચૌહાણ તથા ડિરેક્ટર સચીન બ્રહ્મભટ્ટે અમદાવાદમાં મીડિયા સાથે આ ફિલ્મ અંગે ચર્ચા કરી.

ફિલ્મની સ્ટોરી લાઈનની વાત કરીએ તો, સરપ્રાઈઝ બે આકર્ષક ચોરોના ગોવા ભાગી જવાની વાર્તા છે, જેમણે એક ધનિક વ્યક્તિને લૂંટી પોતાની લૂંટેલી સંપત્તિ સાથે અદૃશ્ય થવાનું નક્કી કર્યું છે. પરંતુ તેમની યોજના ખોરવાય જાય છે જયારે તેઓ એક અજાણ્યા વ્યક્તિનો સામનો કરે છે – અને પછી શરૂ થાય છે એક ઘાતક રમત, જેમાં છુપાયેલા છે અનેક રહસ્યો, જે ફિલ્મ જોયા બાદ જ ખબર પડશે.