ગળપાદરમાં શરાબના જથ્થા સાથે એકની ધરપકડ

copy image

copy image

ગળપાદરમાંથી શરાબના જથ્થા સાથે એક આરોપીને પકડી પાડવામાં આવ્યો હોવાના અહેવાલ સામે આવી રહ્યા છે. આ બનાવ અંગે સુત્રોમાંથી મળતી માહિતી મુજબ તિરુપતિ ટિમ્બર ગલી નંબર-9 રોડ ઉપર શંકાસ્પદ લાગતા એક શખ્સની તપાસ કરવામાં આવી હતી. તપાસ દરમ્યાન તેના બેગમાંથી ભારતીય બનાવટની વિદેશી દારૂની કી.રૂ;5200ની ચાર બોટલ મળી આવી હતી. આ મામલે વધુમાં પ્રાપ્ત થતી વિગતો મુજબ પોલીસે તમામ મુદ્દામાલ કબ્જે કરી આગળની વધુ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.