ચેક બાઉન્સ થતાં આરોપી શખ્સ માટે જેલમાં ધકેલાયો
copy image

ચેક બાઉન્સ થતાં આરોપી શખ્સને એક વર્ષની કેદ ફટકારવામાં આવેલ છે. આ મામલે સૂત્રોમાંથી પ્રાપ્ત થતી વિગતો મુજબ વર્ષ 2021માં આરોપી સંજય મસાભાઇ ભરવાડે ફરિયાદી હસમુખ એમ. મરંડ પાસેથી મિત્રતાના નાતે હાથ ઉછીના 40 હજાર લીધેલ હતા. જે પેટે આપવામાં આવેલ ચેક પરત ફરતા આરોપી ઈશમ વિરુદ્ધ ફરિયાદ નોંધાવવામાં આવેલ હતી. જેમાં કોર્ટે બંને પક્ષની દલીલો સાંભળ્યા બાદ આરોપીને તકસીરવાન ઠેરવી એક વર્ષની સાદી કેદ તથા રૂા. 40 હજાર વળતરનો હુકમ કર્યો છે.