અંજાર કળશ સર્કલ વિસ્તારમાંથી રોયલ્ટી પાસ વગર સિલિકા ખનીજ વહન કરતી 3 ટ્રકો ઝડપાઈ

copy image

copy image

માનનીય કલેક્ટરશ્રી, કચ્છની સૂચના અને માર્ગદર્શન હેઠળ ફ્લાઇંગ સ્ક્વોર્ડ, કચ્છની તપાસટીમ દ્વારા તા- ૧૯/૦૫/૨૫ ના રોજ સાંજના સમયે અંજાર કળશ સર્કલ પાસે , તા- અંજાર , પૂર્વ કચ્છ વિસ્તારમાં તપાસ હાથ ધરવામાં આવેલ. સદર તપાસ દરમ્યાન અંજાર કળશ સર્કલ વિસ્તાર માંથી રોયલ્ટી પાસ વગર સિલિકા ખનીજ વહન કરતી 3 ટ્રકો પકડવામાં આવેલ તેવી રીતે રતનાલ ગામ પાસેથી રોયલ્ટી પાસ વગર સિલિકા ખનીજ વહન કરતી વધુ ૧ ટ્રક પકડવામાં આવેલ.
તેવીજ રીતે ખાવડા-ધ્રોબાણા ચેકપોષ્ટ ખાતેથી લાઈમસ્ટોન ખનીજનું રોયલ્ટી પાસ દર્શાવેલ જથ્થા કરતા વધારે જથ્થાનું વહન કરતા ૧ ટ્રક પકડવામાં આવેલ છે. સદર પાંચે ટ્રકોને સીઝ કરી આશરે ૧.૧૧ કરોડ રૂપિયાનો મુદ્દામાલ જે તે પોલીસ સ્ટેશનને સોપવામાં આવેલ છે. જેની કાયદેસરની કાર્યવાહી હવે પછી હાથ ધરવામાં આવશે.