ગાંધીધામમાં ભારે વાહન હેઠળ આવી જતાં એક શખ્સે જીવ ગુમાવ્યો
copy image

ગાંધીધામમાં ભારે વાહન હેઠળ આવી જવાના કારણે એક શખ્સને જીવ ગુમાવવાનો વારો આવ્યો છે. ત્યારે આ બનાવ અંગે સૂત્રોનું કહેવું છે, ગત તા. 17/5ના રોજ 9.30 વાગ્યાના અરસામાં રેલવે સ્ટેશનથી ગાંધીધામ આવતા સર્વિસ રોડ પર ગુડસાઈડ પુલિયા નજીક આ ગોઝારો અકસ્માત સર્જાયો હતો. હાજીભાઈ આમદભાઈ સાયચા અને ઈરફાનભાઈ ગફુર બુચડ નામના શખ્સો પોતાની બાઈક લઈને જઈ રહ્યા હતા તે દરમ્યાન આઈવા ગાડીના ચાલકે કોઈ પણ ગલતફ ભરી રીતે ગાડી ચલાવી અચાનક ખાલી સાઈડ બાજુ વાળી દેતાં આ ભારેખમ વાહનના પૈડાં બાઈક પર સવાર ઈરફાન ઉપર ફરી વળતાં તેનું મોત નીપજયું હતું. આ બનાવ અંગે પોલીસે નોંધ કરી આગળની વધુ તપાસ આરંભી છે.
