ગાંધીધામમાં 19 વર્ષીય યુવતીનો આપઘાત

sus

copy image

copy image

ગાંધીધામમાં 19 વર્ષીય રિંકુકુમારી રામબલી પાસવાન નામની યુવતીએ કોઈ અકળ કારણોસર ગળે ફાંસો ખાઈ પોતાનું જીવન ટૂંકાવી લીધું છે. આ બનાવ અંગે વર્તુળોમાંથી પ્રાપ્ત થતી વિગતો મુજબ ગત તા. 18/5ના  રોજ પી.એસ.એલ. કાર્ગો વિસ્તારમાં રહેતી રિંકુકુમારી નામની યુવતી પોતાના ઘરે હાજર હતી તે સમયે કોઈ અકળ કારણોસર  પોતાના ઘરમાં દુપટ્ટા વડે ગળેફાંસો ખાઈ આપઘાત કરી લીધો હતો. બનાવની જાણ થતાં આ યુવતીને તત્કાલિક સારવાર અર્થે હોસ્પિટલ લઈ જવામાં આવેલ હતી જ્યાં ફરજ પરના તબીબે તેને જાહેર કરી હતી. પોલીસે આ બનાવ અંગે અકસ્માત મોતનો ગુનો નોંધી આગળની વધુ તપાસ આરંભી છે.