ગાંધીધામના યુવાન સાથે શેરબજારમાં વધુ વળતરના બહાને થઈ 9.66 લાખની ઠગાઈ

copy image

copy image

ગાંધીધામના યુવાન સાથે શેરબજારમાં  વધુ વળતરના બહાને 9.66 લાખની ઠગાઈ થઈ હોવાનો મામલો સપાટી પર આવ્યો છે. ત્યારે આ મામલે સૂત્રોમાંથી પ્રાપ્ત થતી વિગતો મુજબ ગાંધીધામમાં કપડાંના શો-રૂમમાં નોકરી કરતા નંદલાલ મોહનદાસ રાજવાણી નામનો શખ્સ ઓનલાઈન છેતરપિંડીનો શિકાર બન્યો હતો. ગત તા. 1/3/2025થી તા. 28/03/2025 સુધીના સમયગાળા દરમ્યાન આ છેતરપિંડીનો બનાવ બન્યો હતો. જેમાં ફરિયાદીને અજાણ્યા નંબર પરથી મેસેજ આવેલ, જેમાં શેરબજારમાં નાણાં રોકવાની વાત કરવામાં આવી હતી. ફરિયાદીએ હા પાડતાંની સાથે તેમને મોબાઈલ લીન્ક મોકલવામાં આવી હતી. જે લીન્ક વડે ગ્રુપમાં અપાયેલી માહિતી મુજબ શેર લેવા અને વેચવા જણાવાયું હતું. ઉપરાંત આમાં વધુ નફો કમાવવાની લાલચ આપવામાં આવેલ હતો. બાદમાં ઠગબાઝોએ જુદા જુદા સમયે કુલ રૂા. 10.66 લાખનું રોકાણ કરાવ્યા બાદ ફરિયાદીને વિશ્વાસમાં લેવા માટે રૂા. બે લાખ પરત પણ કરેલ હતા. ફરિયાદીએ બાકી પૈસા પાછા આપવાની વાત કરતાં આરોપીએ પહેલા ટેક્સ ભરો ત્યારબાદ નાણાં પરત આપવામાં આવશે, તેમ કહી તેમને ગ્રુપમાંથી બહાર કાઢી મુકાયા હતા. બાદમાં વારંવાર કોંટેક્ટ કરવા  છતાં ફોન બંધ આવતાં અને પૈસા પરત ન આવતાં પોતાની સાથે છેતરપિંડી આંચરાઈ હોવાનું સામે આવ્યુ હતું. જેથી આ મામલે પોલીસ મથકે ફરિયાદ નોંધાવવામાં આવતા પોલીસે આગળની વધુ તપાસ હાથ ધરી છે.