ગાંધીધામમાં ઓનલાઇન ક્રિકેટનો સટ્ટો રમતો શખ્સ દબોચાયો

ગાંધીધામમાં ઓનલાઇન ક્રિકેટનો સટ્ટો રમતા શખ્સને પોલીસે દબોચી લીધો હતો. આ બનાવ અંગે સૂત્રોમાંથી પ્રાપ્ત થતી વિગતો મુજબ ગાંધીધામના ભારતનગરમાં રહેનાર એક યુવાન ગત રાત્રે ઓશિયા મોલ નજીક જી.આર.પી. બેટ નામની વેબસાઈટ પર ઓનલાઈન આઈ. ડી. લઈ તેમાં પૈસા નાખી ચેન્નઈ તથા રાજસ્થાનની આઈપીએલની મેચ પર ક્રિકેટનો સટ્ટો રમી રહ્યો હતો. ત્યારે અચાનક ત્રાટકેલી પોલીસે તે શખ્સને દબોચી લીધો હતો. વધુમાં પ્રાપ્ત થતી વિગતો મુજબ આઈડી તે શખ્સ પાસે ક્યાથી આવી તે મુજબની વધુ તપાસ પોલીસે હાથ ધરી છે.
