નખત્રાણા તાલુકાના લાખિયારવીરામાં છ પત્તાપ્રેમીઓ ઝડપાયા; બે ફરાર

copy image

copy image

નખત્રાણા તાલુકાના લાખિયારવીરામાં છ પત્તાપ્રેમીઓને ઝડપી પાડવામાં આવ્યા હોવાના અહેવાલ સામે આવી રહ્યા છે. આ બનાવ અંગે સૂત્રોમાંથી મળતી માહિતી મુજબ નખત્રાણા તાલુકાના લાખિયારવીરાની પૂર્વ બાજુ જાગરાઈ તળાવની પાળે અમુક શખ્સો ધાણીપાસા વડે જુગાર રમી રહ્યા હતા. ત્યારે અચાનક ત્રાટકેલી પોલીસે રોકડ રૂ; 15,200 સાથે છ પત્તાપ્રેમીઓને ઝડપી લીધા હતા, જ્યારે બે ફરાર થઈ ગયા હતા. આ બનાવ અંગે પોલીસે તમામ મુદ્દામલ કબ્જે કરી કાયદેસરની કાર્યવાહી આદરી છે.