ભારાપરની કંપનીમાં કામ કરતી વેળાએ એક શ્રમિકનું મોત

dead-body-floor-60202053

copy image

copy image

ગાંધીધામના ભારાપરમાં આવેલ એક કંપનીમાં કામ કરતી વેળાએ શ્રમિકનું મોત થયું હતું. આ બનાવ અંગે વર્તુળોમાથી મળતી માહિતી મુજબ  ભારાપરમાં આવેલી રેણુકા સુગર નામની કંપનીમાં કામ કરનાર 35 વર્ષીય અનુજકુમાર નામના યુવાનનું ડસ્ટબિન ઉપરથી પડી જતાં ગંભીર ઇજાઓના પગલે મોત નીપજયું હતું. ત્યાર બાદ પોલીસને તપાસ દરમ્યાન ચાલતાં-ચાલતાં પડી જતાં યુવાનનું હૃદય બંધ પડી જવાથી મોત થયું હોવાનું જાણવા મળ્યું હતું. આ મામલે પોલીસે વધુ તપાસ આદરી છે.