ભચાઉ તાલુકાના નવા કકરવામાં 32 વર્ષીય યુવાને કર્યો આપઘાત
copy image

ભચાઉ તાલુકાના નવા કકરવા સીમ વિસ્તારમાં રેહનાર એક યુવાને કોઈ અકડ કારણોસર ગળે ફાસો ખાઈ પોતાની જીવન લીલા સંકેલી હોવાની ઘટના સામે આવી રહી છે. આ બનાવ અંગે મળતી માહિતી અનુસાર નવા કકરવામાં રહેનાર રાજેશ કોળી (ઉ.વ. 32) નામનો યુવાન એકાદ દિવસ પહેલાં કોઈને જાણ કર્યા વિના ઘરેથી ચાલ્યો ગયો હતો. ત્યાર બાદ ઘણા સમય સુધી પરત ન આવતા પરિવારે તેની શોધખોળ શરૂ કરી હતી. શોધખોળ દરમ્યાન વાડી વિસ્તારમાં ઝાડમાં સાડી બાંધી ગળેફાંસો ખાધેલ હાલતમાં યુવાનની લટકતી લાશ મળી આવી હતી. આ યુવાને કયા કારણોસર આત્મહત્યા કરી હસે તે સહિતની વધુ તપાસ પોલીસે હાથ ધરી છે.
