અજાપરમાં 16 વર્ષીય કિશોરીએ આપઘાત કરી જીવનના અંતિમ શ્વાસ લીધા

sus

copy image

copy image

અજાપરમાં એક કિશોરીએ આપઘાત કરી લીધો હોવાની ઘટના સામે આવી રહી છે. આ બનાવ અંગે સૂત્રોમાથી મળતી માહિતી મુજબ અંજાર તાલુકાનાં અજાપરમાં રહેનાર અંતરા નામની 16 વર્ષીય કિશોરી ગઇકાલે બપોરના અરસામાં ઘરે હાજર હતી. ત્યારે તે કિશોરીએ કોઈ કોઈ અકળ કારણોસર પંખામાં દુપટ્ટો બાંધી ગળેફાસો ખાઈ જીવનના અંતિમ શ્વાસ લીધા હતા. આ મામલે વધુમાં પ્રાપ્ત થતી વિગતો મુજબ તે કિશોરી પરિણીત અને તેનો લગ્નગાળો સાત મહિનાનો હોવાનું જાણવા મળ્યું હતું. આ કિશોરીએ કયા કારણોસર આવું પગલું ભર્યું હસે તે સહિતની વધુ તપાસ પોલીસે હાથ ધરી છે.